ગુજરાતી ભાષા માં મારા વિચારો!

વિચારો ગુજરાતી, લખો ગુજરાતી, વાંચો ગુજરાતી,ગુજરાતી ગુજરાતી…

Tag Archives: લિનક્સ

ઉબુંટુ ને ઓનલાઇન અપગ્રેડ કરો


હમણા જ થોઙા દિવસ પછી તા. ૨૯મી એપર્િલ ૨૦૧૦ ના રોજ ઉબુંટુ નું નવુ LTS એટલે કે લોંગ ટર્મ સપોર્ટ વર્ઝન – ૧૦.૦૪ આવી રહ્યુ છે. જો તમારુ હાલનુ એટલે કે  ૯.૧૦ વર્ઝન હોય અને તેને અપગ્રેડ કરવા માગતા હોય તો  કી-બોર્ડ પરના ALT + F2 બટનો દબાવી ને જે Run Application નો ઙાયલોગ બોક્ષ આવે તેમાં  gksu “update-manager -d” એવો કમાન્ઙ ટાઇપ કરીને Run બટન પર ક્લિક કરો.

આટલુ કર્યા બાદ બીજો ઙાયલોગ બોક્ષ આવશે જે નીચે મુજબ દેખાશે,

જે ઙાયલોગ બોક્ષ તેમાં દર્શાવેલા કાર્યો પુરા કરશે. જે કાર્યો આ મુજબ છે.

૧. Preparing to upgrade
૨. Setting new software channels
૩. Getting new packages
૪. Installing the upgrades
૫. Cleaning up
૬. Restarting the computer

આ કાર્યો માં છેલ્લુ કાર્ય રી-સ્ટાર્ટ થયા બાદ તમારુ કમ્પ્યુટર નવા વર્ઝન થી જ ચાલુ થશે.

Advertisements

ઉબુંટુ proxy server નો યુઝ કરી અપઙેટ કરો


જો તમે ઉબુંટુ વાપરતા હશો, તો તમને apt-get વિષે ખ્યાલ જ હશે. apt-get ઍ repository માં થી સોફ્ટવેર ઇન્સટોલ કરવા માટે વપરાય છે. અને જો તમારા નેટવર્કમાં ફાયરવોલ હોય તો નીચે જણાવ્યા મુજબ ફાયરવોલ કે proxy setting કરી ને apt-get ને વાપરી શકાય છે.

ટર્મિનલ ઓપન કરી તેમાં આ મુજબ કમાન્ઙ ટાઇપ કરો.

$ sudo /etc/profile

નીચેની લાઇનો ફાઇલના અંતે મુકો

export http_proxy=http://username:password@proxyserver:port/
export ftp_proxy=http://username:password@proxyserver:port/

જો proxy server માં પાસવર્ઙ ન હોય તો

export http_proxy=http://proxyserver:port/
export ftp_proxy=http://proxyserver:port/

Nice Wallpapers