ગુજરાતી ભાષા માં મારા વિચારો!

વિચારો ગુજરાતી, લખો ગુજરાતી, વાંચો ગુજરાતી,ગુજરાતી ગુજરાતી…

Tag Archives: બ્લોગ

ડેસ્કટોપ બ્લોગીંગ ટુલ


વાચક તેમજ બ્લોગર મિત્રો,

આજે મારી નજર ડેસ્કટોપ બ્લોગીંગ ટુલ પર પડી, કદાચ આપ સૌ આનાથી વાકેફ હશો, પરંતુ ક્યાંય બ્લોગ જગતમાં આની ચર્ચા જોઇ નથી, તેથી આપને જણાવી રહ્યો છું. જેમાં બ્લોગ લખવા માટે બ્લોગની સાઇટ પર જઇને પોસ્ટ મુકવાની જરૂર નથી.  બ્લોગીંગ ટુલ ડાઉનલોડ કરી તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરો. તમારો બ્લોગ તેમાં રજીસ્ટર કરી દો. બસ થઇ ગયુ. તેમાં આપેલ editor માં તમારો લેખ કે ક્રુતિ ટાઇપ કરી ને અપલોડ કરો. જેમ Word માં File save કરો છો તેમજ. તમારો લેખ કે ક્રુતિ તમારા બ્લોગમાં અપડેટ થઇ જશે.  ડેસ્કટોપ બ્લોગીંગ ટુલ દરેક OS માટે ઉપલ્બ્ધ છે. જે OS વાપરતા હોવ તે OS માટે નુ ટુલ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો. ડેસ્કટોપ બ્લોગીંગ ટુલ ડાઉનલોડ કરવાની લીંક આ રહી : http://www.smashingmagazine.com/2008/08/01/15-desktop-blogging-tools-reviewed/

Advertisements

નમ્રતા


ગુજરાતી બ્લોગ જગતમાં કોપી-પેસ્ટ અને કોપીરાઈટ વિશે બહુજ ચર્ચા થતી રહે છે. અને અનુભવી લોકો નવા લેખકો ની ભુલો કાઢતા હોય છે. સ્વભાવિક છે,  નવા લોકોની ભુલો પણ થાય, ઍટલે જ કે તેઓ નવા છે, અને અનુભવી લોકો તે બીજીવાર ન થાય તે માટે ધ્યાન દોરે. પણ મને એક સવાલ થાય છે કે શું તેમણે કયારેય ભુલ કરી જ નહિં હોય ?  શું તેઓ પહેલેથી જ સંપુર્ણ હતા ? ભુલ માટે ધ્યાન દોરવુ સારી વાત છે, પણ સારી વાત કહેવા માટે તોછડાઇ કે રૂઆબ શા માટે ? ઘણી વાર મેં જોયુ છે અને જોતો આવુ છુ કે નવા લેખક ને શું નુ શું કહી નાખે છે. પણ જરા વિચારો કે જો તમારી સાથે સ્કુલમાં કે કોલેજોમાં આવો વ્યવહાર તમારા શિક્ષકોએ કર્યો હોત તો તમને કેવુ લાગત. અને બન્યુ હોય તો એ વખતે તમારા પ્રતિભાવો શું હતા. મિત્રો એવા બહુજ ઓછા લોકો હોય છે જે “માં” ના ઉદરમાંથી શિખી ને આવે છે. જરા વિચારી જુઓ, કેટલા લોકો શિખી ને આવ્યા છે. તમારો એક કાર્યક્ષેત્રમાં નો અનુભવ અને નવા લોકો ને એ જ કાર્યક્ષેત્રમાં નો અનુભવ. – વિચારો જોઇએ. તમે નવા લોકો જોડે હરીફાઇમાં ઉતર્યા હોય તેમ કે નવા લોકો તમારી જોડે હરીફાઇ કરતા હોય તેમ લાગે છે કે નહિં ? તમે બીજાને કશુ કહો છો સારી વાત છે પણ કદી વિચાર્યુ કે તમે તેને કહેવા માટે પુરા સક્ષમ તો છો ને ? જે લોકો ને આપણે આદર્શ માનીએ છીએ, તેઓ પણ પોતાને સંપુર્ણ નહોતા માનતા, જો કે તે તેમની મહાનતા હતી. અને મહાન વ્યકિત ને મહાન શું બનાવે છે, તેમની નમ્રતા. બોલીવુડમાં ઘણા કલાકાર છે પણ અમિતાભ બચ્ચન માં જેટલી નમ્રતા બીજા કોઇમાં છે. તેમજ સચીન પણ ?  જો આ પ્રકારની નમ્રતા અને મહાનતા અનુભવી પાસે જો હોય તો આપોઆપ જ તે કેટલા મહાન બની જાય છે. મિત્રો ખરેખર આ વિચારવા લાયક વસ્તુ છે કે નહિં ? નમ્રતા.

સમારંભમાં સ્વાગત


વિચારો કે તમે કોઈ સમારંભમાં જાઓ છો, તમે ખુશ છો, તમે કૌઈ ગીત ગાઈ રહ્યા છો, અને ત્ય઼ાં પર્ વેશતા જ તમને કોઈ કહે કે તમે જે ગીત ગાઈ રહ્યા છો તે બીજા કોઈનું છે, આતે તમારા કોઈ સંસ્કાર ના કહેવાય, તમારે તે કોનુ ગીત છે, તે નામ પણ ગાવુ જોઈઍ. જ્યારે તમે તેનો જવાબ આપો છો ત્યારે કહેવાય છે કે તમે જે શબ્દો બોલો છો તે બીજા ના છે. અને તે પણ તમને બોલતા નથી આવઽતુ, ત્યારે તેનો શું જવાબ હોઈ શકે ? ઍ મારે તમારી પાસે થી જાણવું છે?