ગુજરાતી ભાષા માં મારા વિચારો!

વિચારો ગુજરાતી, લખો ગુજરાતી, વાંચો ગુજરાતી,ગુજરાતી ગુજરાતી…

Tag Archives: ફિલ્મો

સુખમાં સૌ ભાગીદાર


સુખમાં સૌ ભાગીદાર, અને દુખમાં કોઇ નહીં. આ અનુવાદ છે “सुखके सब साथी दुखमें न कोइ |”   ફિલ્મનું નામ તો યાદ નથી પણ આટલી પંકતિ યાદ રહી ગઇ છે. કોઇ અનુભવીએ જ કહ્યુ છે અને લાગે છે કે આ પંકતિ દરેક લોકો એ નિભાવવી જરૂરી હોય તેમ દરેક વ્યકતિ તેને ભુલ્યા વગર નીભાવે જ છે. કે ભઇ દુખ માં કોઇ ને સાથ ન જ આપવો જોઇએ. તમારા ઘેર શુભ પ્રસંગ હશે, લોકો જરૂરથી ટાઇમ કાઢી  ને આવશે, પણ જો તમારો નાનો સરખો પ્રોબલેમ પણ લોકો સાંભળવા તૈયાર નહીં થાય, કહેશે કે ખાલી ખાલી રડી પડશે, અને ખોટી ખોટી સાંત્વના આપવી પડશે. આમ લોકો ખોટી ખોટી  સાંત્વના પણ આપવા માગતા નથી. તમારો જન્મ દિવસ હશે તો લોકો ચોકલેટ કે કેક ની આશાએ પણ અભિનંદન આપશે. આ તે કઇ જાતના રીવજો પડી રહ્યા છે તે મારી સમજ માં તો બિલકુલ નથી આવતુ, શું તમને લોકો ને આવે છે ?

Advertisements