ગુજરાતી ભાષા માં મારા વિચારો!

વિચારો ગુજરાતી, લખો ગુજરાતી, વાંચો ગુજરાતી,ગુજરાતી ગુજરાતી…

Tag Archives: જાહેરાત

માં એક્સચેંજ


મિત્રો,

કાલે ટીવી જોતા એક જાહેરાત જોવા મળી, તે હતી સોની ટીવીની નવો શો – “માં એક્સચેંજ“. જેમાં માત્ર મનોરંજન ખાતર માં ની અદલાબદલી કરવામાં આવે છે, અને તે પણ બીજાઓ ને માટે ? જાહેરાત જોઇ આઘાત અને આશ્રચર્ય બંને અનુભવ્યા. લોકોએ હવે બાકી શું રાખ્યુ છે ? મનોરંજન માટે આટલી હદ વટાવવી જરૂરી છે. પહેલે થી જ કેટલા ફાલતૂ શો ટીવી પર આવી રહ્યા છે. તેમાં એક વધારે નહિ ? લોકો ને શું ફરક પડે છે નહિ ? મારો ૫ વર્ષનો બાબો ટીવી જોઇને ઘણુ બધુ શીખે છે. કાલે મારા પત્ની વાત કરતા હતા કે તેમની કોઇ બહેનપણી નો ૩-૧/૨ વર્ષ નો બાબો ટીવીમાં આવતા બધા સોંગ્સ ગાઇ અને તેના પર નાચી શકે છે. શું આ ખરેખર સારુ છે ? મારી નજરે તો સારી નથી જ! તમે તમારી વાત જણાવજો.  અને આવા કેટકેટલા કિસ્સાઓ તમારી નજર સમક્સ આવતા હશે. આવા ફાલતુ શો દરેકે સ્વેચ્છાએ જ ન જોવા જોઇએ, જેથી ચેનલો વાળા ને TRP જ ના મળે. મતલબ જાહેરાતો નહીં અને સરવાળે આવા શો જ નહીં. ખરૂ કે નહિં ?

Advertisements

દેખાવડી દુનિયા


આજના યુગમાં દેખાવનું ખુબજ મહત્વ છે. આ વાત ને દરેક લોકો માનશે, ખરુ કે નહિં વાચકો ? ઉદાહરણ તરીકે આપણા ઘરમાં રહેલુ ટીવી જ લઇ લો. અને તેમાં આવતી જાહેરખબરો, તેમાં આવતા મોડેલો ને જોઇ ને લોકો ન લેવાની વસ્તુઓ પણ લઇ આવે છે, પછી તે વસ્તુની જરૂર હોય કે ન હોય. ખરુ કે નહી ? દેખાવડી દુનિયા નો બીજો એક ઉદાહરણ કહું તો, વડોદરામાં અમારા વિસ્તારમાં હમણા ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાઇ ગઇ અને લોકોએ જોયુ હશે કે એક જ મહિના પહેલા આ વિસ્તારની હાલત શું હતી. અને મેચના દિવસે શું હતી. અને આ વિષે લોકલ સમાચાર પત્રો અને રેડિયોમાં તો કાયમ જ તેના વિષે ટિપ્પણી કરવામાં આવતી હોય છે. પણ સત્તાધિશો તે વાત ને એક કાને થી સાંભળી ને બીજા કાને થી કાઢી નાખતા હોય છે, ભગવાને બે કાન આપ્યા છે તો ઉપયોગ કરીયે એવુ વિચારી ને કદાચ ? તો પછી આ દેખાવ શાના માટે ? લોકો ને સારૂ લગાડવા માટે જ ને ? આવી અનેક નાની વાતો છે જે આપણા જીવનમાં એવી રીતે વણાયેલી છે જેને ધ્યાનથી જોતા તમને જ ખ્યાલ આવી જશે કે આપણે કે પછી દુનિયા એ ખરેખર દેખાવડી દુનિયા જ છે.  અને દુનિયામાં દેખાવ કે દેખાડા નુ મહત્વ કેટલુ અને શા માટે છે ?

Ubuntu 10.04 – LTS is here…


DiWT દ્વારા નવા ઉબુંટુ (Canonical Ltd.) ની તાલીમ જાહેર કરવામાં આવી છે. તાલીમમાં installation અને Ubuntu Desktop ની જાણકારી આપવામાં આવશે. તાલીમ બાદ તમે અલગ અલગ પરીસ્થિતીમાં તેને install કરી શકશો, અને પહેલી જ  OS હોય તે રીતે કામ કરી શકશો. રસ ધરાવતા ઉમેદવારોએ મારો સંપર્ક કરવો અથવા ઇમેલ કરવો. મારુ ઇમેલ આઇડી chash27@gmail.com છે.  ઇમેલની subject line – “Training of Ubuntu 10.04 – LTS” હોવી જોઇએ.

Get the training of the latest OS from Ubuntu(Canonical Ltd.) at DiWT. Training covers installation and awareness of the Ubuntu Desktop. after completing the training you will be able to install Ubuntu OS in different scenarios and environment and will be comfortable as your first OS. Interested candidates are requested to contact me directly or by the email id : chash27@gmail.com. subject line of email should be “Training of Ubuntu 10.04 – LTS”