ગુજરાતી ભાષા માં મારા વિચારો!

વિચારો ગુજરાતી, લખો ગુજરાતી, વાંચો ગુજરાતી,ગુજરાતી ગુજરાતી…

Tag Archives: જાહેરખબર

માં એક્સચેંજ


મિત્રો,

કાલે ટીવી જોતા એક જાહેરાત જોવા મળી, તે હતી સોની ટીવીની નવો શો – “માં એક્સચેંજ“. જેમાં માત્ર મનોરંજન ખાતર માં ની અદલાબદલી કરવામાં આવે છે, અને તે પણ બીજાઓ ને માટે ? જાહેરાત જોઇ આઘાત અને આશ્રચર્ય બંને અનુભવ્યા. લોકોએ હવે બાકી શું રાખ્યુ છે ? મનોરંજન માટે આટલી હદ વટાવવી જરૂરી છે. પહેલે થી જ કેટલા ફાલતૂ શો ટીવી પર આવી રહ્યા છે. તેમાં એક વધારે નહિ ? લોકો ને શું ફરક પડે છે નહિ ? મારો ૫ વર્ષનો બાબો ટીવી જોઇને ઘણુ બધુ શીખે છે. કાલે મારા પત્ની વાત કરતા હતા કે તેમની કોઇ બહેનપણી નો ૩-૧/૨ વર્ષ નો બાબો ટીવીમાં આવતા બધા સોંગ્સ ગાઇ અને તેના પર નાચી શકે છે. શું આ ખરેખર સારુ છે ? મારી નજરે તો સારી નથી જ! તમે તમારી વાત જણાવજો.  અને આવા કેટકેટલા કિસ્સાઓ તમારી નજર સમક્સ આવતા હશે. આવા ફાલતુ શો દરેકે સ્વેચ્છાએ જ ન જોવા જોઇએ, જેથી ચેનલો વાળા ને TRP જ ના મળે. મતલબ જાહેરાતો નહીં અને સરવાળે આવા શો જ નહીં. ખરૂ કે નહિં ?

Advertisements

દેખાવડી દુનિયા


આજના યુગમાં દેખાવનું ખુબજ મહત્વ છે. આ વાત ને દરેક લોકો માનશે, ખરુ કે નહિં વાચકો ? ઉદાહરણ તરીકે આપણા ઘરમાં રહેલુ ટીવી જ લઇ લો. અને તેમાં આવતી જાહેરખબરો, તેમાં આવતા મોડેલો ને જોઇ ને લોકો ન લેવાની વસ્તુઓ પણ લઇ આવે છે, પછી તે વસ્તુની જરૂર હોય કે ન હોય. ખરુ કે નહી ? દેખાવડી દુનિયા નો બીજો એક ઉદાહરણ કહું તો, વડોદરામાં અમારા વિસ્તારમાં હમણા ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રમાઇ ગઇ અને લોકોએ જોયુ હશે કે એક જ મહિના પહેલા આ વિસ્તારની હાલત શું હતી. અને મેચના દિવસે શું હતી. અને આ વિષે લોકલ સમાચાર પત્રો અને રેડિયોમાં તો કાયમ જ તેના વિષે ટિપ્પણી કરવામાં આવતી હોય છે. પણ સત્તાધિશો તે વાત ને એક કાને થી સાંભળી ને બીજા કાને થી કાઢી નાખતા હોય છે, ભગવાને બે કાન આપ્યા છે તો ઉપયોગ કરીયે એવુ વિચારી ને કદાચ ? તો પછી આ દેખાવ શાના માટે ? લોકો ને સારૂ લગાડવા માટે જ ને ? આવી અનેક નાની વાતો છે જે આપણા જીવનમાં એવી રીતે વણાયેલી છે જેને ધ્યાનથી જોતા તમને જ ખ્યાલ આવી જશે કે આપણે કે પછી દુનિયા એ ખરેખર દેખાવડી દુનિયા જ છે.  અને દુનિયામાં દેખાવ કે દેખાડા નુ મહત્વ કેટલુ અને શા માટે છે ?

દ્વિ-અર્થી જાહેરાતો


આજની તારીખે વ્યાપાર ખુબ ફુલ્યો-ફાલ્યો છે. અને વેપારને બઢતી આપવા માટે નો વેપાર પણ. મતલબ જાહેરખબરોનો વેપાર, પોતાના વેપાર ની જાહેરાત કરી ને વેપારીઓ કે કંપનીઓ પોતાનો વેપાર વધારવાની કોશિષ કરે છે. અને અમુક અંશે તે ગર્ાહકો ને પણ ફાયદાકારક રહે છે, પોતાની જરુરી વસ્તુઓ વિષે ની માહિતી તેમને મળી રહે છે. અને તેમના દ્વારા લોકો પોતાની પસંદગીની વસ્તુઓ વિષે જાણી અને તે વસ્તુઓ મેળવી શકે છે. પરંતુ હમણા થોઙા સમયથી આવતી ૧ કે ૨ જાહેરાતો જોઇને લાગ્યુ કે આજે વસ્તુ છે તેની જાહેરાત હોવાની સાથે સાથે તેમાં બિજો મતલબ પણ જોઇ શકાય છે, મતલબ કે જાહેરાત છે તેની સાથે બીજી વસ્તુને જાણી જોઇને જોઙી દેવામાં આવી છે, ઍટલે કે જાહેરાત દ્વિ-અર્થી છે. મારુ ઍવુ માનવુ છ કે આવી દ્વિ-અર્થી જાહેરાતો પર લગામ હોવી જોઇઍ. તેનુ કારણ ઍ છે કે ઍ વસ્તુનું વેચાણ કરવા જો તેને દ્વિ-અર્થી બનાવવી પઙતી હોય તો મારા મત મુજબ ઍ વસ્તુની ગુણવત્તા સારી ન હોય. તો જ તેને આવા સસ્તા અર્થની જરુર પઙી શકે બાકી નહિં. જો વસ્તુની ગુણવત્તા સારી હશે તો તેવી વસ્તુને જાહેરાતની જરુર પણ નહિં પઙે. તેની ગુણવત્તા જ તેની જાહેરાત કરશે. મારી વાત ખરી છે કે નહિં તે જણાવશો, આપના અભિપર્ાય પણ જણાવશો.