ગુજરાતી ભાષા માં મારા વિચારો!

વિચારો ગુજરાતી, લખો ગુજરાતી, વાંચો ગુજરાતી,ગુજરાતી ગુજરાતી…

સ્વભાવ


સ્વભાવ શબ્દ એટલે – સ્વ (પોતાનો) બિજા પ્રત્યે નો ભાવ (વર્તન) જણાવે છે. અને આ જગતમાં તે દરેક ને માટે અલગ અલગ હોય છે. દરેકનો સ્વભાવ પોતાની ખાસિયત હોય છે. અને તેનાથી જ દરેક વ્યક્તિ કે વસ્તુ ઓળખાતી હોય છે. અને લોકો માને જ છે કે આ દુનિયામાં બધી જ વસ્તુઓ કે વ્યક્તિઓ નો સ્વભાવ સરખો નથી હોતો, અને ગમે તેવી સ્થીતિમાં તે બદલાતો નથી હોતો. અને જો બદલાય તો પણ બીજા લોકો તેનો બદલાયેલો સ્વભાવ સ્વીકારી નથી શકવાના. ધારોકે મરચુ – જો તીખુ જ ન લાગે તો મરચુ વાપરવાનો કોઇ અર્થ છે ખરો ? અને હા, કુતરાની પુંછડી – જમીનમાં દાટો તોય સીધી ના થાય એવુ સાંભળ્યુ હશે, તે પણ એક તેનો સ્વભાવ જ દર્શાવે છે. તેવી જ રીતે માણસોમાં પણ – અમુક લોકો ના સ્વભાવમાં કયારેય બદલાવ નથી આવતો, યાદ છે ને નારાયણ શંકર – बदलाव मुझे बिलकुल पसंद नहिं ।  યાદ આવ્યુ – મોહબ્બતેં. તેમાં પણ દિકરીના મૃત્યુ પછી પણ એક બાપ બદલાવા તૈયાર નથી થતો. તેમ આપણા જગતમાં પણ આવા લોકો પડેલા છે. ગુજરાતી બ્લોગજગતમાં જ જુઓને ? વધુમાં વધુ કેટલા બ્લોગર હશે ? ૧,૦૦,૦૦૦ – ૧૦,૦૦,૦૦૦ અને તેના વાચકો પણ કેટલા હશે ? ૧૦,૦૦,૦૦૦ – ૧,૦૦,૦૦,૦૦૦ કે પછી ૫,૦૦,૦૦,૦૦૦. અને તેમાં પણ બધા બ્લોગરો ક્યાં સરખા છે. છે ને દરેક ના સ્વભાવમાં ફરક ? અને હા તેથી જ તેમની ઓળખ છે, જો બધાનો જ સ્વભાવ સરખો હોય તો આપણે કોઇને ઓળખી શકીયે ? માટે જ તો દરેક ને એવી રીતે જ બનાવવામાં આવ્યા હશે – એવુ હું માનુ છું. તમે શું કહો છો ?

Advertisements

માં એક્સચેંજ


મિત્રો,

કાલે ટીવી જોતા એક જાહેરાત જોવા મળી, તે હતી સોની ટીવીની નવો શો – “માં એક્સચેંજ“. જેમાં માત્ર મનોરંજન ખાતર માં ની અદલાબદલી કરવામાં આવે છે, અને તે પણ બીજાઓ ને માટે ? જાહેરાત જોઇ આઘાત અને આશ્રચર્ય બંને અનુભવ્યા. લોકોએ હવે બાકી શું રાખ્યુ છે ? મનોરંજન માટે આટલી હદ વટાવવી જરૂરી છે. પહેલે થી જ કેટલા ફાલતૂ શો ટીવી પર આવી રહ્યા છે. તેમાં એક વધારે નહિ ? લોકો ને શું ફરક પડે છે નહિ ? મારો ૫ વર્ષનો બાબો ટીવી જોઇને ઘણુ બધુ શીખે છે. કાલે મારા પત્ની વાત કરતા હતા કે તેમની કોઇ બહેનપણી નો ૩-૧/૨ વર્ષ નો બાબો ટીવીમાં આવતા બધા સોંગ્સ ગાઇ અને તેના પર નાચી શકે છે. શું આ ખરેખર સારુ છે ? મારી નજરે તો સારી નથી જ! તમે તમારી વાત જણાવજો.  અને આવા કેટકેટલા કિસ્સાઓ તમારી નજર સમક્સ આવતા હશે. આવા ફાલતુ શો દરેકે સ્વેચ્છાએ જ ન જોવા જોઇએ, જેથી ચેનલો વાળા ને TRP જ ના મળે. મતલબ જાહેરાતો નહીં અને સરવાળે આવા શો જ નહીં. ખરૂ કે નહિં ?

ડેસ્કટોપ બ્લોગીંગ ટુલ


વાચક તેમજ બ્લોગર મિત્રો,

આજે મારી નજર ડેસ્કટોપ બ્લોગીંગ ટુલ પર પડી, કદાચ આપ સૌ આનાથી વાકેફ હશો, પરંતુ ક્યાંય બ્લોગ જગતમાં આની ચર્ચા જોઇ નથી, તેથી આપને જણાવી રહ્યો છું. જેમાં બ્લોગ લખવા માટે બ્લોગની સાઇટ પર જઇને પોસ્ટ મુકવાની જરૂર નથી.  બ્લોગીંગ ટુલ ડાઉનલોડ કરી તમારા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કરો. તમારો બ્લોગ તેમાં રજીસ્ટર કરી દો. બસ થઇ ગયુ. તેમાં આપેલ editor માં તમારો લેખ કે ક્રુતિ ટાઇપ કરી ને અપલોડ કરો. જેમ Word માં File save કરો છો તેમજ. તમારો લેખ કે ક્રુતિ તમારા બ્લોગમાં અપડેટ થઇ જશે.  ડેસ્કટોપ બ્લોગીંગ ટુલ દરેક OS માટે ઉપલ્બ્ધ છે. જે OS વાપરતા હોવ તે OS માટે નુ ટુલ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરો. ડેસ્કટોપ બ્લોગીંગ ટુલ ડાઉનલોડ કરવાની લીંક આ રહી : http://www.smashingmagazine.com/2008/08/01/15-desktop-blogging-tools-reviewed/