ગુજરાતી ભાષા માં મારા વિચારો!

વિચારો ગુજરાતી, લખો ગુજરાતી, વાંચો ગુજરાતી,ગુજરાતી ગુજરાતી…

સ્વભાવ


સ્વભાવ શબ્દ એટલે – સ્વ (પોતાનો) બિજા પ્રત્યે નો ભાવ (વર્તન) જણાવે છે. અને આ જગતમાં તે દરેક ને માટે અલગ અલગ હોય છે. દરેકનો સ્વભાવ પોતાની ખાસિયત હોય છે. અને તેનાથી જ દરેક વ્યક્તિ કે વસ્તુ ઓળખાતી હોય છે. અને લોકો માને જ છે કે આ દુનિયામાં બધી જ વસ્તુઓ કે વ્યક્તિઓ નો સ્વભાવ સરખો નથી હોતો, અને ગમે તેવી સ્થીતિમાં તે બદલાતો નથી હોતો. અને જો બદલાય તો પણ બીજા લોકો તેનો બદલાયેલો સ્વભાવ સ્વીકારી નથી શકવાના. ધારોકે મરચુ – જો તીખુ જ ન લાગે તો મરચુ વાપરવાનો કોઇ અર્થ છે ખરો ? અને હા, કુતરાની પુંછડી – જમીનમાં દાટો તોય સીધી ના થાય એવુ સાંભળ્યુ હશે, તે પણ એક તેનો સ્વભાવ જ દર્શાવે છે. તેવી જ રીતે માણસોમાં પણ – અમુક લોકો ના સ્વભાવમાં કયારેય બદલાવ નથી આવતો, યાદ છે ને નારાયણ શંકર – बदलाव मुझे बिलकुल पसंद नहिं ।  યાદ આવ્યુ – મોહબ્બતેં. તેમાં પણ દિકરીના મૃત્યુ પછી પણ એક બાપ બદલાવા તૈયાર નથી થતો. તેમ આપણા જગતમાં પણ આવા લોકો પડેલા છે. ગુજરાતી બ્લોગજગતમાં જ જુઓને ? વધુમાં વધુ કેટલા બ્લોગર હશે ? ૧,૦૦,૦૦૦ – ૧૦,૦૦,૦૦૦ અને તેના વાચકો પણ કેટલા હશે ? ૧૦,૦૦,૦૦૦ – ૧,૦૦,૦૦,૦૦૦ કે પછી ૫,૦૦,૦૦,૦૦૦. અને તેમાં પણ બધા બ્લોગરો ક્યાં સરખા છે. છે ને દરેક ના સ્વભાવમાં ફરક ? અને હા તેથી જ તેમની ઓળખ છે, જો બધાનો જ સ્વભાવ સરખો હોય તો આપણે કોઇને ઓળખી શકીયે ? માટે જ તો દરેક ને એવી રીતે જ બનાવવામાં આવ્યા હશે – એવુ હું માનુ છું. તમે શું કહો છો ?

Advertisements

Comments are closed.

%d bloggers like this: