ગુજરાતી ભાષા માં મારા વિચારો!

વિચારો ગુજરાતી, લખો ગુજરાતી, વાંચો ગુજરાતી,ગુજરાતી ગુજરાતી…

માં એક્સચેંજ


મિત્રો,

કાલે ટીવી જોતા એક જાહેરાત જોવા મળી, તે હતી સોની ટીવીની નવો શો – “માં એક્સચેંજ“. જેમાં માત્ર મનોરંજન ખાતર માં ની અદલાબદલી કરવામાં આવે છે, અને તે પણ બીજાઓ ને માટે ? જાહેરાત જોઇ આઘાત અને આશ્રચર્ય બંને અનુભવ્યા. લોકોએ હવે બાકી શું રાખ્યુ છે ? મનોરંજન માટે આટલી હદ વટાવવી જરૂરી છે. પહેલે થી જ કેટલા ફાલતૂ શો ટીવી પર આવી રહ્યા છે. તેમાં એક વધારે નહિ ? લોકો ને શું ફરક પડે છે નહિ ? મારો ૫ વર્ષનો બાબો ટીવી જોઇને ઘણુ બધુ શીખે છે. કાલે મારા પત્ની વાત કરતા હતા કે તેમની કોઇ બહેનપણી નો ૩-૧/૨ વર્ષ નો બાબો ટીવીમાં આવતા બધા સોંગ્સ ગાઇ અને તેના પર નાચી શકે છે. શું આ ખરેખર સારુ છે ? મારી નજરે તો સારી નથી જ! તમે તમારી વાત જણાવજો.  અને આવા કેટકેટલા કિસ્સાઓ તમારી નજર સમક્સ આવતા હશે. આવા ફાલતુ શો દરેકે સ્વેચ્છાએ જ ન જોવા જોઇએ, જેથી ચેનલો વાળા ને TRP જ ના મળે. મતલબ જાહેરાતો નહીં અને સરવાળે આવા શો જ નહીં. ખરૂ કે નહિં ?

Advertisements

4 responses to “માં એક્સચેંજ

 1. S.S Rathod 05-01-2011 પર 3:03 પી એમ(PM)

  સિમ્પલ છે ! ભાવે તો ખાવાનું,ન ભાવે તો ન ખાવાનું.કોઈ જબરદસ્તી તો નથી ને ? 😉

  • Ashish Chaudhari 05-01-2011 પર 3:40 પી એમ(PM)

   શ્રી. રાઠોડ સાહેબ,
   માં એ કોઇ ખાવાનુ નથી. અને હોય તો પણ બાળકના પહેલા બે વર્ષ સુધી જ. માં એ આપણા જીવનમાં ભગવાન નું રૂપ હોય છે. કોઇ ખાવાનુ નથી હોતુ. એટલો મને ખ્યાલ છે.

   • S.S Rathod 05-01-2011 પર 4:04 પી એમ(PM)

    તમે સમજ્યાં નહીં. 😦
    ટી.વી પર આવા રિઆલીટી શો કેમ વધૂ ચાલે છે ? લોકો જોવે છે એટલે ચાલે છે.મતલબ કે આવા શો ગમે તો જોવાનું ,ન ગમે તો ન જોવા.કોઈ જબરદસ્તી નથી.

%d bloggers like this: