ગુજરાતી ભાષા માં મારા વિચારો!

વિચારો ગુજરાતી, લખો ગુજરાતી, વાંચો ગુજરાતી,ગુજરાતી ગુજરાતી…

ઢીંચે ગુજરાત


નવા વર્ષ ૨૦૧૧ ના વાચકમિત્રો ને શુભકામનાઓ. હમણા જે _____ ગુજરાત સીરીઝ ના કાર્યકર્મો નરેન્દર્ મોદીજી દ્વારા જાહેર કરાયા છે (વાંચે ગુજરાત, રમે ગુજરાત, કયાંક વાંચેલુ વિચારે ગુજરાત). તે જોઇ ને આમ જ મનમાં એક રમુજ ઉત્તપન્ન થઇ આવી, જે હતી “ઢીંચે ગુજરાત” પણ જાહેર તો નથી કર્યો ને ? કારણ, ૩૧ ડિસેમ્બર હતી ને, અને આમ પણ ગુજરાત માં દારૂબંધી ક્યાં છે ?  લોકો જ્યારે જોઇએ ત્યારે પીતા જ હોય છે, ખરી વાત કે નહિં.

Advertisements

15 responses to “ઢીંચે ગુજરાત

 1. Drona_999 03-01-2011 પર 6:46 પી એમ(PM)

  Funny thought and nice blog , i also respect your thought and both of us mother tongue language ,
  so will you tell how you write in Guajarati ? is there any software or just particular font style …
  Please please please tell me sir !!! 🙂

  • Ashish Chaudhari 04-01-2011 પર 10:13 એ એમ (AM)

   ગુજરાતી લખવા માટે હું Ubuntu Linux વાપરુ છું. Linux માં ગુજરાતી લખવુ બહુ જ સહેલુ છે. તમે પણ Try કરી જુઓ.

 2. Bhupendrasinh Raol 04-01-2011 પર 5:37 એ એમ (AM)

  વાંચે ગુજરાત,મતલબ અત્યાર સુધી નથી વાચ્યું તો હવે વાંચો,રમે ગુજરાત,મતલબ અત્યાર સુધી સારું રમ્યા નથી તો હવે રમો.વિચારે ગુજરાત મેં પોતે એક વર્ષથી બુમો પડું છું,અને બે મહિના પહેલા મારા બ્લોગનું સબ ટાયટલ રાખ્યું કે વિચારે ગુજરાત,હમણા શ્રી ગુણવંત શાહે બે દિવસ પહેલા દિવ્યભાસ્કરમાં લેખ મુક્યો કે વચે ગુજરાત વિચારે ગુજરાત.કદાચ મારું કોપી પેસ્ટ કરતા હશે.કદાચ મારા જેવા વિચારો નો ચેપ મોટા ગણાતા ચિંતકને લાગ્યો હશે.તો આજ સુધી વિચાર્યું નથી તો હવે વિચારો.અને બહુ સરસ લાવ્યા કે ઢીંચે ગુજરાત તો ગુજરાત તો પહેલેથી ઢીંચે જ છે.જ્યારે જોઈએ ત્યારે લોકો પિતા નહિ પણ પીતા હોય છે.રમુજ બહુ સારી કરી.ધન્યવાદ.

  • Ashish Chaudhari 04-01-2011 પર 10:19 એ એમ (AM)

   આપનો પણ ધન્યવાદ, જોડણી માટે માફી. જાણુ છુ મતલબ ફરી જાય છે, પણ આવી ભુલ થાય તો ધ્યાન દોરતા રહેશો. ફરી થી આવુ ન થાય તેની કાળજી રાખીશ.

   • Bhupendrasinh Raol 04-01-2011 પર 11:02 એ એમ (AM)

    અરે ભાઈ જોડણીમા હું પણ માસ્ટર નથી.મારી પણ અસંખ્ય ભૂલો થતી હોય છે.અસલી જોડણી હવે કોને યાદ રહે?માટે તો ઊંઝા જોડણી વાલા એકજ ઉ અને એકજ ઈ વાપરે છે.બીજું ગુજરાતી લેક્ષિકોન્ વેબ ઉપર જશો તો સરસ ગુજરાતી સ્પેલ ચેકર સોફ્ટવેર મફતમાં ડાઉનલોડ કરી શકશો.લેખ લખ્યા પછી કોપી પેસ્ટ કરીને સ્પેલ ચેકરમાં મૂકીને જોડણી ચેક કરી શકશો.એમાં પણ જુદા જુદા ઓપ્શન આવે તો યોગ્ય શબ્દ પણ વાપરી શકશો.

 3. નટખટ સોહમ રાવલ 04-01-2011 પર 11:31 એ એમ (AM)

  🙂 🙂 🙂
  વાત તો ખરી હો ભાઇ…

 4. પરાર્થે સમર્પણ 04-01-2011 પર 1:17 પી એમ(PM)

  શ્રી આશીષભાઈ

  તમારી વાત મુદ્દાની છે આ સ્લોગન મુકાવું જોઈએ. ” ઢીંચે ગુજરાત”

  ખુબ જ સરસ…

 5. વેદાંગ એ. ઠાકર 04-01-2011 પર 4:53 પી એમ(PM)

  આશિષભાઈ, બાળક ને એવું કહો કે મસ્તી ના કરીશ તો તે વળી ને કરશે, તેમ સરકારે દારૂબંધી કરીને પીનારા ને વધારે ઢીચ્નારા કરી દીધા છે. એટલે તમારો શબ્દ બરોબર સાબિત થયો છે.

 6. pareshmpatel 05-01-2011 પર 12:21 પી એમ(PM)

  tamara vichharo kharab chhe ? tame pote dhinche gujarat ma bhag lidho hato ? 1% young 31 dec na dhivase pive atle dhinche gujarat na kahevaya

  • Ashish Chaudhari 05-01-2011 પર 12:35 પી એમ(PM)

   હુ દારુ નથી પીતો. પીવે, એટલે કંઇ પાણી, ચા, કોફી, શરબત, નારિયેર નુ પાણી કે લસ્સી, છાસ. કે પછી બીડી, સીગારેટ, બીયર, દારૂ, ચરસ, ગાંજો – આ વસ્તુઓમાં થી કઇ વસ્તુ સારી અને કઇ વસ્તુ ખરાબ કહી શકાય અને કેમ તે કોઇ ને પુછી જોજો જરા.

 7. અશોકકુમાર -'દાદીમા ની પોટલી ' 10-01-2011 પર 7:57 પી એમ(PM)

  વ્યંગ સાથે અસરકારક રજૂઆત ! પણ આની અસર થશે કોઈને ?

%d bloggers like this: