ગુજરાતી ભાષા માં મારા વિચારો!

વિચારો ગુજરાતી, લખો ગુજરાતી, વાંચો ગુજરાતી,ગુજરાતી ગુજરાતી…

ઉબુંટુ ને ઓનલાઇન અપગ્રેડ કરો


હમણા જ થોઙા દિવસ પછી તા. ૨૯મી એપર્િલ ૨૦૧૦ ના રોજ ઉબુંટુ નું નવુ LTS એટલે કે લોંગ ટર્મ સપોર્ટ વર્ઝન – ૧૦.૦૪ આવી રહ્યુ છે. જો તમારુ હાલનુ એટલે કે  ૯.૧૦ વર્ઝન હોય અને તેને અપગ્રેડ કરવા માગતા હોય તો  કી-બોર્ડ પરના ALT + F2 બટનો દબાવી ને જે Run Application નો ઙાયલોગ બોક્ષ આવે તેમાં  gksu “update-manager -d” એવો કમાન્ઙ ટાઇપ કરીને Run બટન પર ક્લિક કરો.

આટલુ કર્યા બાદ બીજો ઙાયલોગ બોક્ષ આવશે જે નીચે મુજબ દેખાશે,

જે ઙાયલોગ બોક્ષ તેમાં દર્શાવેલા કાર્યો પુરા કરશે. જે કાર્યો આ મુજબ છે.

૧. Preparing to upgrade
૨. Setting new software channels
૩. Getting new packages
૪. Installing the upgrades
૫. Cleaning up
૬. Restarting the computer

આ કાર્યો માં છેલ્લુ કાર્ય રી-સ્ટાર્ટ થયા બાદ તમારુ કમ્પ્યુટર નવા વર્ઝન થી જ ચાલુ થશે.

Advertisements

4 responses to “ઉબુંટુ ને ઓનલાઇન અપગ્રેડ કરો

  1. Kartik Mistry 15-04-2010 પર 7:52 પી એમ(PM)

    LTS->LTS અપગ્રેડ હંમેશા સારુ રહે છે. બાકી જો તમે 9.04 કે 8.10 પર હોવ તો, ખબર નહી ક્યારે શું થઈ શકે છે. અમે બધા 8.04 વાપરીએ છીએ..

    • Ashish Chaudhari 15-04-2010 પર 9:55 પી એમ(PM)

      તમારી વાત સાચી છે, પણ નવા લેપટોપ માટે જે current release હોય તે જ સારુ પડે છે, ખાસ કરીને નવા લોંચ થયેલા લેપટોપ ની વાત કરીએ તો. મારી અને મારા એક મિત્ર સાથે આ થઇ ચુકયુ છે. તેના પર થી કહું છું.

  2. Kartik Mistry 16-04-2010 પર 4:42 પી એમ(PM)

    હવે 10.04 ની રાહ જોવાય છે. બીટા રીલીઝ VM પર ટેસ્ટ કર્યું છે. સારું છે, જો કે આપણે તો Debian ના માણસ!!

    • આશિષ 16-04-2010 પર 6:12 પી એમ(PM)

      લોગો અને થીમ જ બદલાયા છે ને, બાકી તો ડેબિયન જ છે, જે કાંઇ બદલાવ છે તે ધીમે ધીમે આવી રહ્યો છે. ખરી વાત કે નહિં?

%d bloggers like this: