ગુજરાતી ભાષા માં મારા વિચારો!

વિચારો ગુજરાતી, લખો ગુજરાતી, વાંચો ગુજરાતી,ગુજરાતી ગુજરાતી…

પાર્કિંગસુઝ


સાંજે ઓફિસથી ઘેર જઇ રહ્યો હતો, ઍટલામાં મોબાઇલ રણક્યો. જોયુ તો ઘેરથી શ્રીમતીજીનો જ ફોન હતો. કહ્યુ કે આવતા ઍક-બે વસ્તુઓ લેતા આવજો, ઍટલે દુકાનો નજીક વસ્તુઓ લેવા માટે ઉભો હતો. ત્યાં જ ઍક યુવતી પણ કશુક લેવા માટે આવી, તે જલદીમાં હોય તેવું લાગ્યુ. કારણકે તેણીઍ તેનું વાહન ઍવી રીતે રસ્તામાં ઊભુ રાખેલુ કે તે બીજા ને અઽચણ રૂપ બને. અને તેના પછી આવેલા બધા લોકોઍ પણ તેના પછી વાહનો મુક્યા અને આમ રસ્તા પર જગ્યા જ ન રહી અને ટર્ાફિક જામ થવા લાગ્યો. તેને જોઇ ને મને ઍવુ લાગ્યુ કે ખાલી ઍક માણસની ભુલને લીધે કેટલા બધા લોકો ને સહન કરવુ પઙે. જો પેલી યુવતીઍ પોતાની જાતે સમજીને, અને તેના પછી આવનારા લોકો પણ સમજી ને વાહનો વ્યવસ્થીત પાર્ક કર્યા હોત તો કોઇને તકલીફ ના પઽત. તો મિત્રો, કોઇ દિવસ પેલી યુવતી ને બદલે, તમે અને હું પણ આવુ જ કરતા હોઇશુ ખરૂ કે નહિં ?

આ જ કિસ્સા પરથી મને બિજો વિચાર પણ આવી ગયો કે, જેમ ફાઇનાન્સ કંપની વાળા વાહનો માટે લોન આપે છે તેવી જ રીતે જો કોઇ ફાઇનાન્સ કંપની પાર્કિંગસુઝ લેવા માટે પણ લોન આપતી હોય તો કેવુ સારૂ !

Advertisements

3 responses to “પાર્કિંગસુઝ

 1. Vinay Khatri 10-04-2010 પર 4:36 પી એમ(PM)

  Driving and Parking atticate na showrooms khuli jashe tya sudhima bank load pan uplabdha thai jashe!
  (via mobile)

 2. Anil Vaja 13-04-2010 પર 1:38 પી એમ(PM)

  Sire tamne information add karva aapvi hoy to kem apay…????/

  • Ashish Chaudhari 13-04-2010 પર 4:46 પી એમ(PM)

   Anil,

   information mane mara email id : chash27@gmail.com par mokli sako chho, pan information kashe thi kopi kareli na hove joie. jevi k tame bhagvan vali mokli chhe, te bahu baadhi site ma dekhay chhe, tamari navi ane kashe na mukeli vato j hun mukvani try karish.

   thank u very much

%d bloggers like this: