ગુજરાતી ભાષા માં મારા વિચારો!

વિચારો ગુજરાતી, લખો ગુજરાતી, વાંચો ગુજરાતી,ગુજરાતી ગુજરાતી…

સુર્યનારાયણ


નિકળ્યા સુર્યનારાયણ ફરવા, અને લોકો કહે “પર્ ભુ  હવે તો હાશ કરવા દો.” – ઉનાળની શરુઆત થઇ ગઇ છે, સવારે જ પેપરમાં વાંચ્યુ કે ગરમીનો પારો ૪૪ સેન્ટિગર્ેઙ સુધી પહોંચી ગયો. રસ્તા સુમસાન થઇ જાય છે. જાણે કે કર્ફયુ ના લાગી ગયો હોય. ૧૧.૦૦ વાગ્યા થી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી બહાર નિકળવાથી બહાર જવામાં ત્વચા દાઝી જવાનુ જોખમ હોવાથી બહાર નિકળવાનું ટાળ્યુ. અને ૬.૦૦ વાગ્યા સુધી ઓફિસમાં જ બેસી રહ્યો. મારી જેમ ઘણા લોકોઍ આવુ જ કરી લીધુ હશે.  અને પછી વિચાર્યુ કે આપણુ તો આ રીતે કામ ચાલી જાય, ઘર કે પછી ઓફિસ, પણ અબોલ પશુ પંખીઓ નુ શું ? આપણને કોઇ તકલીફ થાયતો આપણે તો કશુ ને કશુ કરી ને ઉપાય કરી લઇઍ છીઍ, પરંતુ સાથે સાથે જો અબોલ પશુ પંખીઓનો વિચાર કરી તેમના માટે કશુક કરી ઍ જેમકે, તેમના માટે ઘરની બહાર પીવાના પાણીની વ્યવસ્થા કરીઍ, પક્ષીઓ માટે ઘરના આંગણામાં ખાવાની અને પીવાના પાણીની વ્યવસ્થા કરીઍ, બધુતો નથી કરી શકવાના પણ આપણાથી જેટલુ થાય તેટલૂ કરીયે તોય ઘણુ છે, છે કે નહિં ?

Advertisements

Comments are closed.

%d bloggers like this: