ગુજરાતી ભાષા માં મારા વિચારો!

વિચારો ગુજરાતી, લખો ગુજરાતી, વાંચો ગુજરાતી,ગુજરાતી ગુજરાતી…

કેમ્પસ ઈન્ટરવ્યુ


કેમ્પસ ઈન્ટરવ્યુ ઍ વિધાર્થીઓ માટે ઍક સારા ભવિષ્યની સીઙી નું પર્ થમ પગથીયુ બની રહે છે.  અને જો છેલ્લુ વર્ષ પાસ કરતા પહેલા જો વિધાર્થી પાસે જો નોકરી હોય તો, તેમનો ભણવાનો નિર્ણય નો સુખદ અનુભવ તેમને થતો છે. અને જો કેરિયર ની શરુઆત માં જ કોઇ સારી કંપની મળી ગઈ તો તેમનુ જીવન સરળ બની જતુ હોય છે. આવા વિચારો વિધાર્થીઓના હોય છે. પણ મેં ઍવા કિસ્સા જોયા છે કે જેના દ્વારા ગુંગળામણ અનુભવવા લાગે છે. હું ઍક કિસ્સા ની વાત કરું તો ઍક વિધાર્થી ને ઍક જાણીતિ કંપની દ્વારા સારા પગારથી નોકરી આપવામા આવી હતી, તે નોકરીને ધ્યાનમાં રાખી ને તે વિધાર્થીઍ બીજી નોકરીઓ પણ સ્વિકારી ન હતી. કારણ કે તેની સાથે કંપનીઍ લેખિત ભાંહેધરી માગી લીધેલી, જેને કારણે તે બીજે નોકરી સ્વિકારી ન શકે, અને અંતે થોઙા સમય બાદ કંપનીઍ કશુક કારણ આપીને આ વિધાર્થી ને નોકરી આપવાનો ઇન્કાર કરી દીધો હતો, હવે વિચારો જોઇઍ, જે વિધાર્થીની સાથે આવુ બન્યુ તેની શું હાલત થઇ હશે. અને આવા ઍક નહિં પરંતુ ઘણા બધા કિસ્સાઓ મારી જાણમાં આવ્યા હતા. તો શું મિત્રો ખરેખર કેમ્પસ ઇન્ટરવ્યુ ઍ વિધાર્થીઓ માટે કેટલુ લાભદાયી છે ? કે કેમ તે તો વિધાર્થીઓ ઍ જ વિચારવુ રહ્યુ.

Advertisements

Comments are closed.

%d bloggers like this: