ગુજરાતી ભાષા માં મારા વિચારો!

વિચારો ગુજરાતી, લખો ગુજરાતી, વાંચો ગુજરાતી,ગુજરાતી ગુજરાતી…

ઉબુંટુ proxy server નો યુઝ કરી અપઙેટ કરો


જો તમે ઉબુંટુ વાપરતા હશો, તો તમને apt-get વિષે ખ્યાલ જ હશે. apt-get ઍ repository માં થી સોફ્ટવેર ઇન્સટોલ કરવા માટે વપરાય છે. અને જો તમારા નેટવર્કમાં ફાયરવોલ હોય તો નીચે જણાવ્યા મુજબ ફાયરવોલ કે proxy setting કરી ને apt-get ને વાપરી શકાય છે.

ટર્મિનલ ઓપન કરી તેમાં આ મુજબ કમાન્ઙ ટાઇપ કરો.

$ sudo /etc/profile

નીચેની લાઇનો ફાઇલના અંતે મુકો

export http_proxy=http://username:password@proxyserver:port/
export ftp_proxy=http://username:password@proxyserver:port/

જો proxy server માં પાસવર્ઙ ન હોય તો

export http_proxy=http://proxyserver:port/
export ftp_proxy=http://proxyserver:port/
Advertisements

3 responses to “ઉબુંટુ proxy server નો યુઝ કરી અપઙેટ કરો

 1. એસ.આર. 05-04-2010 પર 11:45 પી એમ(PM)

  મને જાણવુ છે કે ઉબુંતું ને ઓનલાઇન અપડેટ કરતાં કેટલો સમય લાગશે ? મારા લેપટોપ માં અત્યારે ઉબુંતું 9.10 ઇન્સ્ટોલ કરેલું છે અને હવે 10.04 આવી રહ્યું છે એટલે અપડેટ કરવાનું ઇચ્છું છું. મે પહેલા ક્યારે પણ ઓનલાઇન અપડેટ કર્યું નથી એટલે વધારે જ્ઞાન નથી. શું આ પ્રકાર ના ઉપડટેસ થી કોઈ વાંધો તોહ નથી પડતો ને ?

  • Ashish Chaudhari 06-04-2010 પર 10:22 એ એમ (AM)

   ઍસ. આર.

   ઉબુંટુ ને ઓનલાઇન અપઙેટ કરવાથી કોઇ વાંધો પઙતો નથી, અને સમય ઍ તમારા નેટની સ્પીઙ પર આધાર રાખે છે. જો તમારુ નેટ કનેક્શન સતત ૨૦૦ કે.બી. ની સ્પીઙ જાળવી રાખતુ હોય તો વધુમાં વધુ ૨ કલાકની અંદર અપઙેટ થઇ જાય.

   સાઇટની મુલાકાત લેવા માટે આભાર

 2. એસ. આર. 06-04-2010 પર 10:47 પી એમ(PM)

  માર્ગદર્શન આપવા ખાતર ધન્યવાદ. હું અવાર – નવાર આ સાઇટ ની મુલાકાત લવ છું અને લેતો રહીશ !

%d bloggers like this: