ગુજરાતી ભાષા માં મારા વિચારો!

વિચારો ગુજરાતી, લખો ગુજરાતી, વાંચો ગુજરાતી,ગુજરાતી ગુજરાતી…

સમય


આજે માણસે કેટલી પર્ ગતી કરી છે, તે તો આપણે સૌ જાણીયે જ છીઍ. દરેક વ્યકતી ઍટલો વ્યસ્ત છે કે કોઈ ની પાસે સમય જ નથી. દરેક સંજોગોમાં બસ ઍક જ વાક્ય સૌના મોં માથી નિકળશે, “ભાઈ સમય જ ક્યાં છે. અથવા સમય જ નથી મળતો.” રસ્તામાં કોઈનો અકસ્માત થયો, તેની મદદ માટે કોઈને સમય નથી, પોતાના બાળકો શું ભણે છે, તે જાણવા નો કે ક્યાં ભણે છે, તે જાણવા નો પણ સમય નથી. તો પછી બીજાના માટે તો પુછાય જ નહિ ? શું ખરેખર સમય ઍટલો ઑછો થયો છે, કે કોઈની પાસે નથી ? કે પછી ઍક પર્ કાર નો હાવ છે ? કે પછી માણસ ઍટલો સ્વાર્થી બન્ય઼ો છે કે બીજા માટે વિચારવા નુ છોઙી ચુક્યો છે ? પહેલા પણ ૨૪ કલાક જ હતા અને આજે પણ ૨૪ કલાક જ છે. ભવિષ્યમાં કદાચ તે પણ ઑછા થાય ? ત્યારે શું થશે ? ખરેખર હવે ઍ જોવાનો સમય થઈ ગયો છે કે આપણી પાસે કેટલો સમય છે. ખરી વાત ને ?

Advertisements

2 responses to “સમય

 1. વિનય ખત્રી 31-03-2010 પર 3:08 પી એમ(PM)

  આશિષભાઈ!

  સૌપ્રથમ અભિનંદન, બહુ ઓછા સમયમાં સારું એવું ગુજરાતી ટાઈપ કરી લીધું.

  હા, હવે લાગે છે, ‘ગુજરાતી ભાષામાં મારા વિચારો!’

  લિન્ક્સ વિશેના અન્ય બ્લોગ/વેબસાઈટ/ફોરમાંથી લીધેલા અંગ્રેજી લેખોને હટાવી લો, ‘ગુજરાતી ભાષામાં મારા વિચારો!’ મથાળા હેઠળ સારા નથી લાગતા.

  મૂકવા જ હોય તો તેની લિન્ક બ્લોગરોલમાં મૂકો અથવા તેનું ગુજરાતી કરીને મૂકો.

  અને હા, મારે મારું લેપટોપમાં વિન્ડોઝ ફોર્મેટ કરી લિન્ક્સ નાખવું હોય તો શું કરવું? મારું લેપટોપ સેલેરોન છે, ૨૫૬ એમબી રેમ છે. લિન્ક્સનું જ્ઞાન નથી.

  • આશિષ 01-04-2010 પર 8:50 પી એમ(PM)

   વિનયભાઇ,

   હવે બરાબર, તમારા સુચનો સ્વિકાર્ય લાગે છે, ધીમે ધીમે મારા બ્લોગ ને સંપુર્ણ ગુજરાતી ભાષામાં રુપાંતર કરી રહ્યો છું. અને લિનક્સ વિશેની માહિતી પણ ગુજરાતીમાં જ મુકીશ. લિનક્સ ના ઘણા ફ્લેવર છે, તેમાં થી કોઇ પણ ઍક તમારી પસંદગી પર્ માણે, જેવી રિતે આઇસકર્ીમ માં હોય છે, ઉબુંટુ કે પછી ફેઙોરા થી શરુઆત કરી શકાય. ઉબુંટુ કે ફેઙોરા ની સાઇટ પરથી CD કે DVD ની .iso ફાઇલ ઙાઉનલોઙ કરી, તેને CD કે DVD પર રાઇટ કરી લો. લેપટોપ નો backup લઇ, લેપટોપ ને DVD થી boot કરો, અને સ્ટેપ્સ ને અનુસરતા જાઓ. તમારુ લેપટોપ તૈયાર. and Enjoy Linux.

%d bloggers like this: