ગુજરાતી ભાષા માં મારા વિચારો!

વિચારો ગુજરાતી, લખો ગુજરાતી, વાંચો ગુજરાતી,ગુજરાતી ગુજરાતી…

Daily Archives: 26-03-2010

ભૃષ્ટાચાર ની શરુઆત


લોકો કહે છે કે ભૃષ્ટાચાર બહુ વધી ગયો છે, પણ કદિ વિચાર્યુ કે કેમ ? અત્યારે પોલીસમાં ભરતી ચાલી રહી છે, અને તેમાં પસંદગી પામેલા ઉમેદવાર નો પગાર કેટલો ? ૱ ૨૫૦૦ થી ૫૦૦૦ જેટલો. તેવી જ રીતે શાળાના શિક્ષકો, પગાર ૱ ૨૫૦૦ થી ૩૫૦૦. તેવી જ રીતે દરેક ક્ષેત્રે આ જ રીતે હોય છે, હવે વિચારો, જે લોકો દેશના લોકો ની રક્ષા કરવાના છે, અને જે લોકો દેશનું ભાવિ બનાવશે તેમનું જ જો આવું શોષણ થતુ હોય અને તેમની જ સાથે નો ઓછી લાયકાત ધરાવતો બિજો સિનિયર માણસ તેમની મજાક ઉઽાવતો હોય, તો પછી જે આજનુ શિક્ષણનો કોઇ અર્થ ખરો ? જયાં ૭ ધોરણ પાસ માણસ સાહેબ હોય, અને ઽબલ માસ્ટર ઙિગ્રી ધરાવનાર કર્મચારી હોય. અને રહી વાત અનુભવ ની, તો ઘાંચી નો બળદ, કે કુંભારનો ગધેઙો, મતલબ કે પશુઓ પણ કામ થી ટેવાઇ જતા હોય તો આપણે તો માણસ છીઍ ને ?
કાચા ફાઊન્ઙેશન પર મકાન ઊભુ ન થાય અને થાય તો તેમાં ભલી વાર ન હોય. તેમ આ કાચા ફાઊન્ઙેશન પર દેશ ચાલે તો છે પણ દરેક જગ્યા ઍ ભૃષ્ટાચાર જોવા મળી રહ્યો છે. છે કે નહી ?

Advertisements